VIDEO: ધોરાજીના ઝાંઝમેર ગામે પારિવારિક કંકાસથી કંટાળીને 35 વર્ષીય યુવાને જીવન ટૂંકાવ્યું
સોર્સ : GSTV
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે પારિવારિક કંકાસથી કંટાળીને 35 વર્ષીય વિજયભાઈ રામજીભાઈ જાદવ નામના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં પોલીસે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે પગલું ભર્યું હોવાનું અનુમાન છે.

