VIDEO : Rajkotમાં પેટ્રોલ ડીઝલના ભાવવધતા લોકોનો આક્રોશ, 10 દિવસમાં ચોથી વખત ભાવવધારો
સોર્સ : gstv
રાજકોટમાં ઇંધણના ભાવ આસમાને પહોંચતા સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ચોથો મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. સતત વધી રહેલી આ મોંઘવારી સામે સ્થાનિક લોકોએ ભારે લાચારી અને આક્રોશ ઠાલવ્યો છે. વાહનચાલકોનું કહેવું છે કે, મોંઘવારી હવે હદ વટાવી ચૂકી છે અને આપણા હાથમાં કશું રહ્યું નથી, એટલે હવે ગમે તેમ કરીને 'એડજસ્ટ' થઈને જ જીવવું પડશે.

