VIDEO: રાજકોટ જિલ્લાની 130 શાળાઓે 100 ટકા પરિણામ મેળવ્યું, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર કરી ઉજવણી
સોર્સ : gstv
ગુજરાત માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું.રાજકોટ જિલ્લાએ 87.19 ટકા પરિણામ સાથે રાજ્યમાં શાનદાર દેખાવ કર્યો છે, જે ગત વર્ષની સરખામણીએ સુધારો દર્શાવે છે. જિલ્લાની 130 શાળાઓએ 100ટકા પરિણામ હાંસલ કરી ઝળહળતી સફળતા મેળવી છે, જ્યારે 3 શાળાઓનું પરિણામ શૂન્ય રહ્યું છે. સવારથી જ રાજકોટની શાળાઓમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉમટી પડ્યા હતા. પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓએ ગરબે રમી અને મીઠાઈ ખવડાવીને ઉત્સાહભેર જીતની ઉજવણી કરી હતી.

