Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Unique protest of farmers in Jetpur, Rajkot: Protest against GETCO by eating onion-rottoes in front of 60-year-old power line

VIDEO: રાજકોટના જેતપુરમાં ખેડૂતોનો અનોખો વિરોધ: ૬૦ વર્ષ જૂની વીજ લાઇન સામે ડુંગળી-રોટલો ખાઈને GETCO વિરુદ્ધ પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા અને મેવાસા પંથકના ખેડૂતોએ વીજ કંપની GETCO વિરુદ્ધ અનોખો વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી ૬૦ વર્ષ જૂની ૬૬ KV હાઈટેન્શન વીજ લાઇનનો તાર અચાનક તૂટી પડતાં મોટો ફોલ્ટ સર્જાયો હતો, જેના કારણે માંડ-માંડ જાન બચી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા ખેડૂતોએ સમારકામ માટે આવેલા કર્મચારીઓને અટકાવી દીધા હતા અને ખેતરમાં માનવ સાંકળ રચી ડુંગળી-રોટલો ખાઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો....ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષો જૂની આ લાઇન અંગે કોઈ વળતર કે કાયદેસરનો કરાર કરવામાં આવ્યો નથી. વારંવાર લાઇન તૂટવાથી ઉભા પાક અને મોટરોને નુકસાન થાય છે, છતાં તંત્ર દ્વારા કોઈ સહાય આપવામાં આવતી નથી. જોકે, વીજ કંપનીના અધિકારીઓએ પંચનામું કરી નિયમાનુસાર વળતર ચૂકવવાની ખાતરી આપી છે, પરંતુ ખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ છે.

App Store