રાજકોટના 'વોલ્ગા ઘી'ની દુકાનમાં 500 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત, SOGએ પાડ્યો દરોડો

સોર્સ : gstv
રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં એસ.ઓ.જી. દ્વારા વોલ્ગા ઘીની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન 500 કિલોથી વધુ શંકાસ્પદ અને ભેળસેળયુક્ત ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ઘી ઉપરાંત અન્ય જથ્થો પણ મળી આવ્યો છે. ગાય અને અન્ય પશુઓના ઘીના નામે વેચાણ થતું હોવાની માહિતી સામે આવી છે.
2.83 લાખનો જથ્થો સીઝ
વેપારી કેવલ જયપ્રકાશ ચંદાણીની દુકાનમાંથી જથ્થો મળતા એસ.ઓ.જી.એ મનપાના આરોગ્ય વિભાગને જાણ કરી હતી. આરોગ્ય વિભાગે અલગ-અલગ ઘીના ત્રણ નમૂના લીધા છે. આશરે દોઢ મહિના બાદ રિપોર્ટ આવ્યા પછી સબ-સ્ટાન્ડર્ડ જાહેર થાય તો કાયદેસરની કાર્યવાહી થશે. હાલ રૂપિયા 2.83 લાખનો જથ્થો સીઝ કરાયો છે. મહત્વનું છે કે 2022 અને 2025માં પણ વોલ્ગા ઘીના નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા.

