VIDEO: રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD જવાન ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયા
સોર્સ : gstv
રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજબજાવતાASI રાજેશ મેર અને GRD જવાન મનોજ ચૌહાણ ૧૦ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.આરોપીઓને લોકઅપમાં ન રાખવા અને જામીનની ઝડપી કાર્યવાહી કરવા માટે દશ હજારની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની અરજી આધારે ACBએ છટકું ગોઠવી બંનેને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

