Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Waterlogging in various wards of Rajkot from maintenance of Narmada-Sauni line

VIDEO: નર્મદા-સૌની લાઇનના મેઇન્ટેનન્સથી રાજકોટના વિવિધ વોર્ડમાં પાણીકાપ

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ શહેરમાં આજથી અલગ-અલગ વિસ્તારોમાં છ દિવસ માટે પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વોર્ડમાં એક-એક દિવસ પાણી પુરવઠો બંધ રહેશે. નર્મદા-સૌની યોજના અંતર્ગત પાણીની લાઇનમાં મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી પાણીકાપનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્લે જણાવ્યું કે દરરોજ અલગ-અલગ વોર્ડમાં પાણી પુરવઠો બંધ રહેશે, જ્યારે શહેરના છ વોર્ડમાં પાણીકાપ રાખવામાં આવ્યો નથી. મેયરે વધુમાં જણાવ્યું કે રાજકોટમાં વરસાદ ન હોવા છતાં નર્મદાનું પાણી સતત મળતું રહે તે રાજ્ય સરકારની નેમ છે. મેઇન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. સમગ્ર મામલે મેયર ડૉ. નેહલ શુક્લે નિવેદન આપ્યું છે.

App Store