Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Tragedy in Rajkot: Four, including three children, died due to drowning

VIDEO: રાજકોટમાં ભારે કરૂણિકા: ડૂબી જવાથી ત્રણ બાળકો સહિત ચારના મોત

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ શહેરના બેડી ગામથી હડમતીયા તરફ જવાના રસ્તે આવેલી વીડીવાળા પીરની દરગાહ નજીક આવેલા ઘૂનામાં ડૂબી જવાથી ત્રણ બાળકો સહિત કુલ ચાર લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં ૧૦ વર્ષીય સોહન શોરા, ૫ વર્ષીય સેફુ શોરા, ૧૮ વર્ષીય સાહિલ શોરા અને ૧૦ વર્ષીય અલીફા શોરાનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, સેફુ પાણીમાં ડૂબી રહ્યો હતો ત્યારે તેને બચાવવા માટે અન્ય ત્રણ જણા પણ પાણીમાં પડ્યા હતા, પરંતુ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી ચારેયના મોત થયા હતા. ખાસ વાત એ છે કે મૃતક બાળક સોહનનો આજે જ જન્મદિવસ હતો, જેના કારણે પરિવારમાં ભારે શોક અને આક્રંદ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store