Rajkotમાં આજે યોજાઈ તિરંગા યાત્રા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાની ગેરહાજરથી ઉઠ્યા સવાલ
રાજકોટમાં આજે મનપા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ છે, તો બીજી બાજુ આ તિરંગા યાત્રામાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા અને લોકસભા સાંસદ પરષોત્તમ રુપાલા ગેરહાજર રહ્યાં હતા. તેમની ગેરહાજરીને કારણે રાજકોટમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજરમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યા હોય એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે આ અંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે લોકસભા અને રાજ્યસભા સત્ર શરુ હોવાથી તેઓ કદાચ આવી શક્યા નહીં હોય, તેમાં બીજો કોઈ પ્રશ્ન નથી રામભાઈ અમારા સિનિયર આગેવાન છે.
નોંધનીય છે કે આજે રાજકોટ શહેરમાં બહુમાળી ચોકથી જયુબેલી બાગ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત હતા, સાથે જ મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. સ્વતંત્ર્યતા પર્વની ઉજવણીના ભાગરુપે રાજકોટ મનાપા દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.

