Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : There is no provision in the Act for installing cameras in labor rooms

પાયલ હોસ્પિટલ CCTV કાંડ: લેબર રૂમમાં કેમેરા લગાવવાની એક્ટમાં નથી કોઈ જોગવાઈ, આરોગ્ય અધિકારીના નિવેદન બાદ વિવાદ વધ્યો

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2025
લાઇવ ટીવીGoogle News
પાયલ હોસ્પિટલ CCTV કાંડ: લેબર રૂમમાં કેમેરા લગાવવાની એક્ટમાં નથી કોઈ જોગવાઈ, આરોગ્ય અધિકારીના નિવેદન બાદ વિવાદ વધ્યો

રાજકોટમાં પાયલ હોસ્પિટલમાં મહિલાઓની ચકાસણીના CCTV વાયરલ થવાના મામલે જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યુ છે.જેમા તેમને જણાવ્યુ કે 5 સભ્યોની ટીમ બનાવી પાયલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી.હોસ્પિટલ લેબર રૂમમાં હવેથી સીસીટીવી કેમેરા લગાવી નહી શકાય.

App Store

ક્લિનિકલ એસ્ટાબ્લીસ મેન એક્ટમાં આવી કોઈ જોગવાઈ નથી

ક્લિનિકલ એસ્ટાબ્લીસ મેન એક્ટમાં આવી કોઈ જોગવાઈ નથી. મેડિકલ એથીક્સ મુજબ મહિલાઓની પ્રાઈવસી જળવાવી જોઈએ.જો ન જાળવવામાં આવી હોય તો ક્રિમિનલ પ્રોસીઝર એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે.

પોલીસ પાયલ હોસ્પિટલ વિરૂદ્ધ ગુનો નોંધાશે કે કેમ?

24 તારીખ વિધાનસભામાં આ રિપોર્ટ અંગે ચર્ચા કરવામાં આવશે. હવે રાજકોટ શહેર પોલીસ પાયલ હોસ્પિટલ વિરૂદ્ધ ગુનો નોંધાશે કે કેમ તે એક મોટો સવાલ છે. પાયલ મેટરનીટી હોસ્પિટલોમાં મહિલાઓની સારવાર અને તપાસના વીડિયો યુ-ટયુબ અને ટેલીગ્રામ ચેનલ પર અપલોડ થયા હતા. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગનો દાખલ કર્યો હતો. ઘટના મામલે ત્રણની ધરપકડ પણ કરવામાં આવી છે.