Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 3 arrested in Payal Hospital viral CCTV case, know the latest update

પાયલ હોસ્પિટલના વાયરલ CCTV મામલે 3ની અટકાયત, જાણો શું છે લેટેસ્ટ અપડેટ

Timeછેલ્લું અપડેટ : 19 Feb 2025
લાઇવ ટીવીGoogle News
પાયલ હોસ્પિટલના વાયરલ CCTV મામલે 3ની અટકાયત, જાણો શું છે લેટેસ્ટ અપડેટ

રાજકોટ હોસ્પિટલ વાયરલ વિડિઓ અંગે ચર્ચા કરી FIR દાખલ કરવામાં આવી છે. પાયલ નર્સિંગ હોમનો વીડિઓ હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાંથી CCTVના ત્રણ મહિનાનું ડેટા બેસ લેવામાં આવ્યું અને તેનું ટેકનિકલ એનાલિશન કરવામાં આવ્યું છે.

App Store

આ મામલે લાતુર ખાતેથી યુટ્યુબ અને ટેલિગ્રામ ચલાવવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં ત્રણ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાંથી 2 અને યુપીમાંથી એક તેમ આ ત્રણેય આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે. કોની કોની પાસેથી CCTV વીડિયો લેવાતા હતા તે તપાસ પછી ખબર પડશે. જો કે, અત્યાર સુધીમાં હોસ્પિટલ સ્ટાફની મિલી ભગત સામે આવી નથી. આવી ઘટના આગામી દિવસોમાં ન બને તે માટે હોસ્પિટલ સંચાલકો સાથે મીટીંગ રાખવામાં આવશે.

આ ઘટનામાં મુખ્ય આરોપી પ્રજવલ તેલી છે જે ૧૨ પાસ છે તેમજ ચંદ્ર પ્રકાશ PTC કરેલ છે. મુખ્ય આરોપી પ્રજવલ લાતુરમાં રહે છે. વાયરલ વીડિયોના પૈસા આપીને લોકોને ટેલીગ્રામમાં મોકલતા હતા. વ્રજ રાજેન્દ્ર પાટીલ તેની સાથે કામ કરતો હતો. હેકર્સ અમેરિકા, એટલાન્ટા અને વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. જે વરચ્યુલ નંબરથી આરોપી સાથે સંપર્કમાં હતો. પ્રજવલ તેલી હેકર સાથે સંપર્કમાં હતો. જાન્યુઆરી મહિનામાં આરોપીએ પાયલ હોસ્પિટલના CCTV હેક કર્યા હતા. આ મામલે કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ અને હેલ્થ સાથે સાયબર સિક્યુરીટી સાથે ગૃહમંત્રી બેઠક કરશે.