Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : All hospitals in Gujarat ordered to remove CCTV cameras that violate patient privacy

પાયલ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હોસ્પિટલમાં દર્દીની ગોપનિયતા ભંગ કરતા કેમેરા દૂર કરવા આદેશ

Timeછેલ્લું અપડેટ : 19 Feb 2025
લાઇવ ટીવીGoogle News
પાયલ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હોસ્પિટલમાં દર્દીની ગોપનિયતા ભંગ કરતા કેમેરા દૂર કરવા આદેશ

રાજકોટ પાયલ હોસ્પિટલ CCTV કાંડ બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની તમામ હોસ્પિટલમાંથી દર્દીઓની ગોપનીયતા ભંગ કરતા CCTV કેમેરા દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

App Store

મહારાષ્ટ્રથી બે આરોપીની ધરપકડ

અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા મહારાષ્ટ્રથી પાયલ હોસ્પિટલ CCTV કાંડમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રજ્ઞેશ પાટીલ અને પ્રજવલ તેલી નામના બે શખ્સના ડિવાઇસમાંથી સંખ્યાબંધ બિભત્સ વીડિયો મળી આવ્યા છે. ગુજરાતની અનેક હોસ્પિટલના CCTV હેક થયા હોવાની આશંકા છે. અનેક રાજ્યોના અલગ અલગ પ્રકારના વીડિયો આરોપીઓ પાસેથી મળી આવ્યા છે. અમદાવાદ સાઇબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં પાયલ હોસ્પિટલના CCTV હેક થયા હોવાનું સામે આવ્યું હતું અને તે બાદ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ રેકેટમાં અત્યાર સુધી 7થી 8 લોકોની પૂછપરછ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી ટેલિગ્રામ અને યુ ટ્યુબ ચેનલ હેન્ડલર્સનું નામ સામે આવ્યું છે. મહારાષ્ટ્રથી પકડાયેલા બે શખ્સોને અમદાવાદ લાવવામાં આવશે અને વધુ પૂછપરછ કરવામાં આવશે. આ કૌભાંડ ઇન્ટરનેશનલ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

શું છે ઘટના?

હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપનો યુ-ટ્યુબમાં પર અપલોડ કરાયેલો વીડિયો રાજકોટની હોસ્પિટલનો હોવાનો ખુલાસો થયો છે. રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલનો આ વીડિયો હોવાનો ખુલાસો થયો છે. આ વીડિયો ડિસેમ્બર મહિનાનો હોવાનું મનાય છે..મહિલાઓના ચેકઅપનો વિડીયો પાયલ હોસ્પિટલનો હોવાની જણ થતા સાયબર ક્રાઈમ અને પોલીસની ટીમ પહોંચી હતી.

તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. જે CCTVના વીડિયો સોશિયલ મીડિયા પર મુકાયા હતા. તે સીસીટીવી કેમેરા કાઢી લેવામાં આવ્યો હોવાનો પણ ખુલાસો થયો હતો.હોસ્પિટલના ડાયરેક્ટર ડૉકટર સંજય દેસાઈએ દાવો કર્યો કે,  કોઈએ અમરા CCTV હેક કર્યા છે..અમે પોલીસ ફરિયાદ કરીશું. પણ તાજેતરમાં જે ઘટના સામે આવી છે એ સમગ્ર માનવતાને શર્મસાર કરી મુકે એવી છે. ડોક્ટર પાસે સારવાર કરાવવા જતી મહિલાઓના ચેકઅપ દરમિયાનના સીસીટીવી ફુટેજને કોઈ યુટ્યુબ પર મુકી રાક્ષસી કૃત્ય કરતું હોવાનું જાણવા મળતા ચકચારી મચી ગઈ હતી.