Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Complaint filed over leaking of videos of women's medical checkups

VIDEO: મહિલાઓના મેડિકલ ચેકઅપના વીડિયો રાજકોટની પાયલ હોસ્પિટલના, જાણો આ મામલે ડોક્ટરે શું કહ્યું

Timeછેલ્લું અપડેટ : 17 Feb 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO: મહિલાઓના મેડિકલ ચેકઅપના વીડિયો રાજકોટની પાયલ હોસ્પિટલના, જાણો આ મામલે ડોક્ટરે શું કહ્યું

અમદાવાદ: યુટ્યુબમાં હોસ્પિટલના વીડિયો અપલો કરવા મામલે ફરિયાદ નોંધાઈ છે. જો કે તાજેતરમાં મળતી માહિતી પ્રમાણે આ વીડિયો રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલના તંત્રના ડોક્ટર અમિતે જણાવ્યા હતું કે તેમના સીસીટીવી કેમેરા હેક થયા છે. તેઓ આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ પણ નોંધાવશે એવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ગાયકનેક હોસ્પિટલમાં મહિલાની અંગત ટ્રીટમેન્ટ કરતા વીડિયો યુટ્યુબ પર અપલોડ કરવાનો મામલો સામે આવ્યો હતો, મીડિયાના અહેવાલ બાદ સાયબર ક્રાઈમમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે.

App Store

ટેલિગ્રામ ગ્રુપ અને યુટ્યુબ ચેનલ બનાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામા આવી છે. Megha Mbbs નામની યુટ્યુબ ચેનલ અને ટેલીગ્રામ ગ્રુપની તપાસ શરૂ કરવામા આવી છે. ત્યારે હવે સાયબર ક્રાઈમે આ બંને ચેનલના ક્રિએટર સામે તેમજ તેના વીડિયોનું કન્ટેન્ટ શું છે એ બાબતે પણ તપાસ હાથ ધરી છે. તપાસમાં એ જાણવા મળ્યું છે કે, 6 જાન્યુઆરીએ યુટ્યુબ અને સપ્ટેમ્બર 2024માં ટેલીગ્રામ ચેનલ બની હોવાનું અનુમાન છે.

શું છે સમગ્ર મામલો?

સાયબર ફ્રોડને લગતી અનેક ઘટનાઓ વિશે તમે અત્યાર સુધીમાં સાંભળ્યું હશે. જેમાં કોઈ લિંક પર ક્લિક કરાવીને બેંકના ખાતામાંથી પૈસા ઉપાડી લેવા, કે પછી ડીજીટલ અરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવી લેવા, કોઈના અંગત ફોટો કે વીડિયો પોસ્ટ કરીને બદનામી કરવી કે પછી શારીરિક કે આર્થિક લાભ મેળવવો. 

પણ તાજેતરમાં જે ઘટના સામે આવી છે એ સમગ્ર માનવતાને શર્મસાર કરી મુકે એવી છે. જી હાં, ડોક્ટર પાસે સારવાર કરાવવા જતી મહિલાઓના ચેકઅપ દરમિયાનના સીસીટીવી ફુટેજને કોઈ યુટ્યુબ પર મુકી રાક્ષસી કૃત્ય કરતું હોવાનું જાણવા મળતા ચકચારી મચી ગઈ છે.

Megha Mbbs (@MeghaMbbs-m5j) નામથી ચાલી રહેલા આ યુટ્યુબ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં 7 જેટલા સીસીટીવી ફુટેજના વીડિયો અપલોડ કરવામા આવ્યા છે. આ વિકૃતિભર્યું કૃત્યુ જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા છે. જેનો સોશિયલ મીડિયા પર વિરોધ જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા એક્ષ (x-ટ્વિટર) પર લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ડોક્ટર પાસે સારવાર માટે ગયેલી બહેન-દીકરીઓના આ પ્રકારે વીડિયો અપલોડ કરવાનું જે રાક્ષસી કૃત્ય કરવામા આવ્યું છે તેની સાયબર ક્રાઈમ વિભાગે નોંધ લીધી છે અને ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે.