પાયલ હોસ્પિટલના વાયરલ CCTV વીડિયો મામલે ACP ચિંતન પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

રાજકોટમાં પાયલ મેટરનીટી હોસ્પિટલના વાયરલ સીસીટીવી વીડિયો મામલે સતત ત્રીજા દિવસે અમદાવાદ સાયબર ક્રાઈમે રાજકોટમાં ધામા નાખ્યા છે. ત્રીજા દિવસે પાયલ મેટરનીટી હોસ્પિટલમાં પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ડિરેક્ટર ડો.સંજય દેસાઈ સહિતની પૂછપરછ કરવામાં આવી રહી છે. સીસીટીવી કઈ રીતે હેક થયા તે અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા હજુ પણ કોયડો ઉકેલવાનો બાકી છે.
રાજકોટ પાયલ હોસ્પિટલના સીસીટીવી વાયરલ થવાનો મામલે સાઈબર ક્રાઈમ એસીપી પટેલે મહિલાઓને ખાસ સાવચેત રહેવા અપીલ કરી હતી. એસીપી ચિંતન પટેલે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે હોટલ, ચેન્જરૂમ સહિતના સ્થળો પર મહિલાઓને સાવચેત રહેવા સૂચન કર્યું હતું. જો કોઈ સ્થળ પર હિડન કેમેરા લાગ્યા હોય તો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવા જાણ કરી હતી. મેડીકલ સ્ટાન્ડર્ડ મુજબ હોસ્પિટલમાં કેમેરા લગાવવામાં આવતા હોય છે. હ્યુમન અને ટેકનોલોજીના આધારે તપાસ કરવામાં આવી રહી છે. જે કાંઈ તપાસ ચાલી રહી છે તેમાં અમદાવાદ સાઈબર ક્રાઈમની સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલ તંત્રએ અરજી આપી છે જેને લઇ તપાસ ચાલી રહી છે.
વધુમાં એસીપીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, પાયલ હોસ્પિટલના તબીબો અથવા સ્ટાફનો કોઈ રોલ હોવાનું નકાર્યું હતું. તેમજ એસીપીએ સાયબર ક્રાઇમ ચેકઅપ રૂમમાં CCTV હોવું કાયદેસર કે ગેરકાયદેસર અંગે કહ્યું કે, સંપૂર્ણ વિષય આરોગ્ય શાખાનો છે. આરોગ્ય વિભાગ જો ચેકઅપ રૂમમાં CCTV કેમેરાની ફરિયાદ કરશે તો પોલીસ ફરિયાદ નોંધશે.

