રાજકોટ હોસ્પિટલના CCTV કાંડ મામલે બે શખ્સો ઝડપાયા, અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મહારાષ્ટ્રમાંથી દબોચ્યા

રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના સારનાર દરમિયાનના ચેકઅપના CCTV વેચાણ કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે 6 ટીમો બનાવી અલગ અલગ રાજ્યમાં દરોડા પાડ્યા હતા. તપાસમા તાર ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પહોંચ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે ટેલિગ્રામ એપ માટે સબસ્ક્રિપ્શન લેનાર એડમીનની ઓળખ થઈ છે. ક્રાઈમબ્રાન્ચે બે શખ્સોને મહારાષ્ટ્રથી દબોચ્યા છે.
ઝડપાયેલા બે આરોપીઓ
પ્રજ્ઞેશ પાટીલ
પ્રજ્વલ તેલી
ક્રાઈમબ્રાન્ચે 6 ટીમો બનાવી અલગ અલગ રાજ્યમાં દરોડા પાડ્યા
રાજકોટના વરિષ્ઠ અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે જે વીડિયો અપલોડ થયા છે તે માત્ર પાયલ મેટરનીટી હોમના નથી, પરંતુ બીજા રાજ્યની હોસ્પિટલોના પણ છે. અમુક વીડિયોમાં સાઉથ ઈન્ડિયન લેન્ગવેજ છે. જેના પરથી જ બીજા રાજ્યોની મેટરનીટી હોમના વીડિયો પણ અપલોડ કરાયાનું સ્પષ્ટ થયું છે.
અમુક વીડિયો રાજકોટની પાયલ મેટરનીટી હોમના
આ તમામ વીડિયોમાંથી અમુક વીડિયો રાજકોટની પાયલ મેટરનીટી હોમના હોવાનો સૌથી પહેલા ખુલાસો થતાં ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. તેની સાથોસાથ ગુજરાત કે બીજા કયા રાજયની મેટરનીટી હોસ્પિટલોના વીડિયો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
શું છે સમગ્ર મામલો?
હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપનો યુ-ટ્યુબમાં પર અપલોડ કરાયેલો વીડિયો રાજકોટની હોસ્પિટલનો હોવાનો ખુલાસો થયો છે. રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલનો આ વીડિયો હોવાનો ખુલાસો થયો છે. આ વીડિયો ડિસેમ્બર મહિનાનો હોવાનું મનાય છે..મહિલાઓના ચેકઅપનો વિડીયો પાયલ હોસ્પિટલનો હોવાની જણ થતા સાયબર ક્રાઈમ અને પોલીસની ટીમ પહોંચી હતી.
તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. જે સીસીટીવીના વીડિયો સોશિયલ મીડિયા પર મુકાયા હતા. તે સીસીટીવી કેમેરા કાઢી લેવામાં આવ્યો હોવાનો પણ ખુલાસો થયો હતો.હોસ્પિટલના ડાયરેક્ટર ડૉકટર સંજય દેસાઈએ દાવો કર્યો કે, કોઈએ અમરા સીસીટીવી હેક કર્યા છે..અમે પોલીસ ફરિયાદ કરીશું. પણ તાજેતરમાં જે ઘટના સામે આવી છે એ સમગ્ર માનવતાને શર્મસાર કરી મુકે એવી છે. ડોક્ટર પાસે સારવાર કરાવવા જતી મહિલાઓના ચેકઅપ દરમિયાનના સીસીટીવી ફુટેજને કોઈ યુટ્યુબ પર મુકી રાક્ષસી કૃત્ય કરતું હોવાનું જાણવા મળતા ચકચારી મચી ગઈ હતી.
રાજકોટની પાયલ મેટરનિટી હોમમાં નિવેદનો બાદ વધુ બે નામ ખૂલ્યાં
રાજકોટની હોસ્પિટલમાં પ્રસુતા અને અન્ય પ્રકારની ખાનગી કહી શકાય તેવી સારવાર માટે આવેલી મહિલાઓની તપાસના પ્રાઈવેટ વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ ઉપર વાયરલ થયાની વિગતોમાં તથ્ય જણાતાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંઘ્યો હતો.

