પાયલ હોસ્પિટલમાં મહિલા ચેકઅપના CCTV વીડિયો વાયરલ થવાને મામલે મોટા સમાચાર, જાણો શું છે અપડેટ

રાજકોટમાંથી એક ગંભીર અને શરમજનક મામલો સામે આવ્યો છે જેમાં પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલા ચેકઅપના સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાનું સામે આવ્યું હતું.
કોંગ્રેસ નેતા અને ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન
આ મામલે કોંગ્રેસ નેતા અને ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં હેમંગ વસાવડાએ કહ્યું કે, ખૂબ જ ગંભીર અને શરમજનક ઘટના છે. જે જગ્યાએ મહિલાઓની તપાસ થતી હોય ત્યાં સીસીટીવી ન રાખવા જોઈએ. જે પણ જવાબદાર છે તેમની સામે તાત્કાલિક કાર્યવાહી થવી જરૂરી છે. હોસ્પિટલ દ્વારા મહિલાઓની પ્રાઇવસી જાળવવી જવાબદારી આવે છે. મહિલાની તપાસ થતી હતી ત્યાં હોસ્પિટલ સીસીટીવી રાખીને તેમણે ગંભીર ભૂલ કરી છે. સાયબર ક્રાઇમ આઇપી એડ્રેસના આધારે કેમ કાર્યવાહી નથી કરી રહી? દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે.
મહિલા કોંગ્રેસના સભ્યો પહોંચ્યા પાયલ હોસ્પિટલની બહાર હોબાળો
પાયલ હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના વિડિયો અપલોડને મામલે મહિલા કોંગ્રેસના સભ્યો પહોંચ્યા પાયલ હોસ્પિટલમાં જ્યાં પોલીસ સાથે કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓનું ઘર્ષણ જોવા મળ્યું હતું. વિરોધને પગલે કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ અને ગાંધીગ્રામ પોલીસ વચ્ચે તું તું મેં મેં જોવા મળી હતી.
સમગ્ર મામલે રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ અને અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં લગાવવામાં આવેલ સીસીટીવીના પાસવર્ડ એડમીન પાસે હોવાનું સામે આવ્યું છે. કઈ રીતે હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીનો એક્સેસ બહારના વ્યક્તિ પાસે ગયો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા કેટલાક શકમંદ વ્યક્તિઓને રાઉન્ડ ઓફ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. બનાવ સંદર્ભે ગઈકાલે અમદાવાદ સાયબર ક્રાઈમ ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પાયલ હોસ્પિટલના સંચાલિકા પ્રતિક્ષા દેસાઇનું નિવેદન પણ આવ્યું સામે
આ મામલે હોસ્પિટલના સંચાલિકા પ્રતિક્ષા દેસાઇનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, 'દોઢથી બે મહિના પહેલા હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં ટેક્નિકલ ક્ષતિ સર્જાય હતી. જેના બાદ પાસવર્ડ રિસેટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સીસીટીવી કેમેરાના પાસવર્ડ ત્રણ ડિરેક્ટરો પાસે જ હોય છે. આ સમયે અમારા કેમેરાનો કન્ટ્રોલ હેક થયો હોય તેવી શંકા છે. ગઇકાલે ઘટના બની પછી બીજુ કાંઇ રેકોર્ડ ન થાય તે માટે એડમીન સ્ટાફે આ કેમેરો દૂર કરી દીધો હતો. અમે તપાસમાં પોલીસને પુરો સહયોગ આપીશું. જો હોસ્પિટલના પણ કોઇ વ્યક્તિની સંડોવણી હશે તો અમે કાર્યવાહી કરીશું. છેલ્લા ૬ વર્ષથી આ સ્થળ પર અમારી હોસ્પિટલ કાર્યરત છે. બેડ પર જે કેમેરો લગાડવામાં આવ્યો છે તેનું ફુટેજ કોઇ જગ્યાએ ડિસપ્લે થતું ન હોવાનો હોસ્પિટલે દાવો કર્યો હતો.
અમદાવાદ સાયબર ક્રાઈમની ત્રણ ટીમ ગતિમાન
મહિલાઓના વીડિયોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં અમદાવાદ સાઇબર ક્રાઇમે ત્રણ ટીમો બનાવી છે. ત્રણેય ટીમો અલગ અલગ રાજ્યોમાં તપાસ માટે પહોચી છે. યુટ્યુબ અને ટેલિગ્રામના હેન્ડલરને પકડવા ટીમો રવાના થઈ ચુકી છે. હોસ્પિટલના સીસીટીવી હેક કરી વીડિયો વાઇરલ કર્યા હોવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.

