Rajkot: ખાટુ શ્યામ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપ્યો
સોર્સ : GSTV
જામનગર રોડ પર આવેલા ખાટુ શ્યામ મંદિરમાં થયેલી ચોરીના મામલામાં રાજકોટ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. મંદિરની દાનપેટી તોડી ચોરી કરવાની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી નજીક રહેતા વિવેક બિરેન્દ્રસિંગની ધરપકડ કરી છે. આરોપી અગાઉ રાજકોટ શહેરમાં જ 16 ચોરીઓને અંજામ આપી ચૂક્યો છે. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

