Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : The water drainage pipeline on the Sandhiya bridge in Rajkot is missing

VIDEO : Rajkot તંત્રની ગંભીર બેદરકારી, સાંઢિયા પુલ પર પાણીના નિકાલની પાઈપલાઈન જ ગાયબ!

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટના સાંઢિયા પુલના લોકાર્પણ આડે ફરી એકવાર તંત્રની ગંભીર બેદરકારીને કારણે વિઘ્ન સર્જાયું છે. જેમાં બ્રિજ પરથી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાનું જ કોન્ટ્રાક્ટર ભૂલી ગયા હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, ઇજનેરોએ પણ તપાસ દરમિયાન સબ સલામત હોવાની લોલમલોલ લીલીઝંડી આપી દીધી હતી. પરંતુ હવે જાણવા મળ્યું છે કે વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાનું જ બાકી રહી ગયું છે. આ ટેકનિકલ ખામીને સુધારવા અને નવી પાઇપલાઇન નાખવાની કામગીરીને કારણે હવે લોકાર્પણના નિર્ધારિત કાર્યક્રમમાં ફેરફાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેને પગલે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

App Store