VIDEO : Rajkot મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પદ સંભાળતા જ જણાવી પોતાની જવાબદારી
સોર્સ : gstv
રાજકોટ મહાનગરપાલિકાના 35મા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયાની વરણી કરવામાં આવી છે. ભાજપે વોર્ડ નંબર 6ના કોર્પોરેટર પરેશ પીપળીયાના નામની સત્તાવાર જાહેરાત કરતા તેમના પરિવાર અને મિત્રવર્તુળમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. GSTV સાથેની વાતચીતમાં પરેશ પીપળીયાએ તમામનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આ પદ તેમના માટે સરપ્રાઈઝ સમાન છે. તેમણે જણાવ્યું કે સ્ટેન્ડિંગ ચેરમેન તરીકેની પ્રથમ પ્રાથમિકતા રાજકોટ મનપા પર રહેલા અંદાજે 2000 કરોડના આર્થિક બોજને ઘટાડવાની રહેશે.

