VIDEO: રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણથી ચકચાર
સોર્સ : gstv
રાજકોટ શહેરમાં દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણ અને સેવનના વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. જાહેરમાં દારૂ વેચાતો અને પીવાતો હોવાના દ્રશ્યો સામે આવ્યા બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું. વીડિયો વાયરલ થયા બાદ ગત મોડી રાત્રે DCPની સૂચનાથી પોલીસે દરોડો પાડ્યો હતો. દેશી દારૂનો ધંધો કરતા શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરાઈ છે. લઠ્ઠાકાંડ જેવી સ્થિતિ સર્જાય તે પહેલાં પોલીસે કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ શરૂ છે.

