VIDEO: પિતાએ જ પુત્રને હથોડાના ઘા મારી હત્યા કરી
સોર્સ : gstv
રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. આહીર ચોક વિસ્તારમાં રામ સવસેટાની તેના પિતા બાબુભાઈ સવસેટાએ હથોડાના ઘા મારી હત્યા કરી હોવાનો આક્ષેપ છે. મળતી માહિતી મુજબ મૃતક દારૂના નશામાં અવારનવાર ઘરે ઝઘડો કરતો હોવાના કારણે પિતા કંટાળ્યા હતા. મોકો મળતાં પિતાએ પુત્રના માથામાં હથોડાના ઘા મારી દીધા હોવાનું સામે આવ્યું છે. હત્યા બાદ બાબુભાઈ પોતે જ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાંથી પોલીસે તેમને સાથે રાખી ઘટનાસ્થળે તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

