Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : Father kills sleeping son with ax over rent dispute in Mahisagar

VIDEO: મહીસાગરમાં ભાડાના વિવાદમાં પિતાએ સૂતેલા પુત્રની કુહાડી મારી હત્યા કરી

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંબા ગામે લોહીના સંબંધોને કલંકિત કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ જ પોતાના સગા પુત્રનું કાસળ કાઢી નાખ્યું છે. ખેતરમાં ટ્રેક્ટર દ્વારા ખેડાણ કરવાના ભાડાના વિવાદમાં પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વકર્યો કે ઉશ્કેરાયેલા પુત્ર અરવિંદભાઈએ પિતા રમેશભાઈને લાકડી મારી દીધી હતી. આ ઝઘડા બાદ પુત્ર ઘરના ખાટલામાં જઈને સૂઈ ગયો હતો. જોકે, રોષે ભરાયેલા પિતા રમેશભાઈએ રાગદ્વેષ રાખી ઘરમાં પડેલી કુહાડી ઉઠાવી હતી અને સૂતેલા પુત્ર પર કુહાડીના ઘા ઝીંકી દીધા હતા. માથા, મોઢા અને છાતીના ભાગે ગંભીર ઘા વાગતા પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. નજીવા ભાડાના વિવાદે પિતાને હત્યારો બનાવી દીધો છે.

App Store