Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : The crust of the newly constructed bridge of Rajkot collapsed in just 8 months

VIDEO: રાજકોટના નવા બનેલા બ્રિજના માત્ર 8 મહિનામાં પોપડા ખર્યા

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ શહેરના હોમી દસ્તુર માર્ગ પર તાજેતરમાં જ લોકાર્પણ કરાયેલા નવા રેલવે બ્રિજમાં માત્ર આઠ મહિનામાં જ ગાબડા અને પોપડા જોવા મળતાં તેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અંદાજે 4 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજનું નિર્માણ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ લોકોના ટેક્સના નાણાંનો યોગ્ય ઉપયોગ કરવાની માંગ કરી છે. કોંગ્રેસના અગ્રણી રોહિતસિંહ રાજપુતે આ મામલે રેલવે અને મનપાના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું કે  તંત્રએ રેલવે વિભાગને જાણ કરી છે અને બ્રિજની ખામીઓનું તાત્કાલિક સમારકામ કરાવવા સંકલન કરવામાં આવશે.

App Store