VIDEO: રાજકોટના લોધિકામાં ગેરકાયદે ખનીજના મોટા કારોબારનો પર્દાફાશ
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના વડવાજડી ગામે ખાણ ખનીજ વિભાગ અને રૂરલ SOGએ સંયુક્ત દરોડો પાડી ગેરકાયદે ખનીજના કારોબારનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન રોયલ્ટી ચૂકવ્યા વગર કપચીનો વેપાર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. ખાણ-ખનીજ વિભાગે એક ડમ્પર, અંદાજે 40 ટન બ્લેક ટ્રેપ, 100 ટન રેતી અને 100 ટન કપચી સહિત કુલ આશરે 34 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મામલે માઇન સુપરવાઇઝર પૂજન પટેલ અને સર્વેયર જી.વી. ચૌહાણ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ઓમ કોંક્રીટના માલિક ધર્મેશ લાભુ ચાવડા, જીગ્નેશ કિશોર ખૂંટ, પરેશ ખોડા રાદડિયા, પ્રદીપ ગોવિંદ પટેલ અને સતીષ લક્ષમણ ટીંબડિયાનું નામ સામે આવ્યું છે.

