Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Superintendent of Rajkot Civil Hospital self-cleaned a big message of cleanliness

VIDEO: રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષકે જાતે સફાઈ કરી આપ્યો સ્વચ્છતાનો મોટો સંદેશ

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. કમલસિંહ ડોડીયાએ બે દિવસ પહેલા હોસ્પિટલ પરિસરમાં જાતે સફાઈ કરીને ચર્ચા જગાવી હતી. આ મામલે તેમણે જણાવ્યું કે, તેમના પગમાં પાણી આવ્યું હતું, જેથી તેમણે જાતે જ સફાઈ કરી હતી. ડો. ડોડીયાએ કહ્યું કે, તેઓ પોતાના ઘર અને શેરીમાં પણ જાતે સફાઈ કરે છે. તેમના આ કાર્યને લોકોએ આવકાર્યું અને પ્રોત્સાહન આપ્યું હોવાનું તેમણે જણાવ્યું. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, આ કામ કરીને તેમણે કોઈ ઉપકાર કર્યો નથી, કારણ કે સરકાર તેમને કામનો પગાર આપે છે. આરોગ્ય ક્ષેત્રમાં સફાઈ સૌથી અગત્યનો મુદ્દો છે અને સફાઈની જવાબદારી માત્ર આરોગ્ય કર્મચારીઓની નહીં, પરંતુ સૌની હોવી જોઈએ.

App Store