VIDEO: રાજકોટમાં અખાદ્ય ફરાળી વાનગીઓ પર મનપાની ત્રાટક
સોર્સ : gstv
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરની હોટેલ, રેસ્ટોરન્ટ અને ડેરી ફાર્મ સહિત 45 પેઢીઓમાં ફરાળી પેટીસ તેમજ અન્ય ખાદ્ય પદાર્થોનું સઘન ચેકિંગ હાથ ધર્યું છે. તપાસ દરમિયાન ગુણવત્તાહીન અને અસ્વચ્છતા ધરાવતો 154 કિલો અખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરાયો હતો. 9 વેપારીઓને નોટિસ ફટકારી રૂ.17,500નો દંડ વસૂલાયો છે, જ્યારે 5 સ્થળેથી FSS એક્ટ હેઠળ શંકાસ્પદ નમૂના લેવાયા છે.

