VIDEO: ધોરાજીના સુપેડી ગામે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ગેરકાયદેસર દબાણો પર ચલાવાયું જેસીબી
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. હાઈવેની હદમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા અંદાજે 20 જેટલી દુકાનો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. આચાનક થયેલી આ કાર્યવાહીથી રોષે ભરાયેલા સ્થાનિક વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે તંત્રએ અગાઉ કોઈ નોટિસ આપી ન હતી અને ચોમાસાની ઋતુમાં કાર્યવાહી કરવાથી તેઓ મૂંઝવણમાં મુકાયા છે.જોકે, નેશનલ હાઈવે ઓથોરિટીએ આ તમામ આક્ષેપો ફગાવતા સ્પષ્ટ કર્યું હતું કે માર્ચ 2026 માં જ તમામ દબાણકર્તાઓને નોટિસો આપવામાં આવી હતી.

