Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Alleged audio of 'harvesting' to pass road bills in Dhoraji's Patanwav goes viral, political heat rises

VIDEO: ધોરાજીના પાટણવાવમાં રોડના બિલ પાસ કરવા 'હપ્તાખોરી'નો કથિત ઓડિયો વાયરલ, રાજકીય ગરમાવો વધ્યો

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે સરકારી વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કથિત મામલો સામે આવ્યો છે. ગામમાં બનાવવામાં આવેલા રોડના કામના બાકી બિલ પાસ કરાવવા માટે કોન્ટ્રાક્ટર પાસેથી લાંચની માંગણી કરવામાં આવતી હોય તેવી એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે. આ વાયરલ ઓડિયો ક્લિપના કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ કથિત સંવાદમાં સત્તાધારી પક્ષના સ્થાનિક હોદ્દેદારોના નામ, હપ્તાખોરી અને પૈસાની ગેરકાયદેસર લેતી-દેતી અંગેની સ્પષ્ટ વાતચીત સાંભળવા મળી રહી છે. ચર્ચા મુજબ, ઓડિયોમાં વાતચીત કરનારા લોકો ધોરાજી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના હોદ્દેદારોના પરિવારજનો તેમજ સંગઠનના આગેવાનો છે. આ ઓડિયો સપાટી પર આવતા જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને સમગ્ર મામલો પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

App Store