VIDEO: રાજકોટ મનપા ફાયર બ્રિગેડ દ્વારા ઇમારતોમાં આપત્તિ સમયે ઉપયોગી રેસ્ક્યુ શૂટનો સફળ ડેમો
સોર્સ : gstv
રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આગ જેવી ઇમરજન્સી પરિસ્થિતિ સામે નિપટવા માટે ૮૧ મીટર લાંબા રેસ્ક્યુ શૂટ (Rescue Chute) નો પ્રેક્ટિકલ ડેમો યોજાયો હતો. ફાયર બ્રિગેડની આધુનિક હાઇડ્રોલિક ગાડીમાં તૈનાત આ રેસ્ક્યુ શૂટ દ્વારા ૧૦ થી ૧૧ માળ સુધીની હાઇરાઇઝ ઇમારતોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત નીચે લાવી શકાય છે. ફાયર બ્રિગેડના જવાનોએ આપત્તિના સમયે આ સાધનનો ઉપયોગ કરીને લોકોને ઇમારતમાંથી ઝડપથી અને સુરક્ષિત રીતે બહાર લાવવાની સમગ્ર પ્રક્રિયાનું સફળ નિદર્શન કર્યું હતું. આધુનિક સુવિધાઓ અને સાધનોથી સજ્જ થઈને રાજકોટ ફાયર વિભાગ સતત અપગ્રેડ થઈ રહ્યું હોવાનું આ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

