VIDEO: રાજકોટમાં કોંગ્રેસના OBC સેલના ચેરમેન મહેશ રાજપૂત સાથે ૬૫ લાખની છેતરપિંડીની ફરિયાદ
સોર્સ : gstv
રાજકોટમાં કોંગ્રેસના પ્રદેશ OBC સેલના ચેરમેન મહેશ રાજપૂત સાથે ૬૫ લાખ રૂપિયાની મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે. આ મામલે પોરબંદરના રોમી મોરજરીયા નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આરોપીએ એક મહિના માટે હાથ ઉછીના ૬૫ લાખ લીધા હતા અને બદલામાં પ્રોમિસનરી નોટ પણ લખી આપી હતી.જોકે, સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ અને ચાર વર્ષનો લાંબો સમય વીતી જવા છતાં રકમ પરત ન કરતાં અંતે પીડિત નેતાએ પોલીસના દ્વાર ખટખટાવ્યા છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

