VIDEO: રૂ.2.37 કરોડના બ્રાસ સ્ક્રેપ કૌભાંડનો પર્દાફાશ
સોર્સ : gstv
રાજકોટમાં રૂ.2.37 કરોડના બ્રાસ સ્ક્રેપના વિશ્વાસઘાતના કેસમાં ભક્તિનગર પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. 31 જુલાઈએ દિલ્હીથી રાજકોટ પહોંચેલો આશરે 27 ટન બ્રાસ સ્ક્રેપ જામનગરની પાર્ટીઓને પહોંચાડવાનો હતો, પરંતુ આરોપીઓએ અન્ય ટ્રકમાં માલ ટ્રાન્સફર કરી બારોબાર વેચવાનું કાવતરું ઘડ્યું હોવાનો પોલીસનો આરોપ છે. તપાસમાં મહમદ આશીફ હાસ્મી, રિઝવાન પઠાણ અને મોહમદ શેખ ઉર્ફે ઇમરાનની સંડોવણી સામે આવી હતી. પોલીસે ત્રણેયને ઝડપી રૂ.2.21 કરોડનો બ્રાસ સ્ક્રેપ કબજે કર્યો છે અને આરોપીઓ માલ અડધી કિંમતે વેચવાની ફિરાકમાં હોવાનું જણાવ્યું છે. આ કેસમાં મૂળ ટ્રકનો ડ્રાઇવર મનોહરસિંગ કરણસિંગ અને ક્લીનર પ્રતાપસિંગ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.

