VIDEO: રાજકોટના લોકમેળામાં પ્રથમ દિવસે જ રાઈડ્સ બંધ હોવાથી મેળાની રંગત ફિક્કી
સોર્સ : gstv
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ લોકમેળો આજે જનતા માટે ખુલ્લો મુકાયો છે. પાંચ દિવસ સુધી એટલે કે 6 સપ્ટેમ્બર સુધી ચાલનારા મેળામાં પ્રથમ દિવસે જ રાઈડ્સ બંધ હોવાને કારણે મેળાની રંગત ફિક્કી જોવા મળી છે. 34 રાઈડ્સમાંથી માત્ર 2 રાઈડ્સને જ મંજૂરી મળતા મોટી રાઈડ્સ શરૂ થઈ શકી નથી. જોકે નાની રાઈડ્સ શરૂ થતાં બાળકોએ મેળાની મોજ માણી હતી. રાઈડ્સ શરૂ ન થતાં બાળકો અને વાલીઓમાં નિરાશા જોવા મળી. GSTV સાથેની વાતચીતમાં વાલીઓએ જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી આવી સ્થિતિ સર્જાય છે. બાળકોનું કહેવું છે કે તેઓ આખું વર્ષ મેળાની રાહ જુએ છે, પરંતુ રાઈડ્સ બંધ રહેતાં નિરાશા થાય છે. પાંચ દિવસમાં અંદાજિત 15 લાખ લોકો મેળાની મુલાકાત લે તેવી શક્યતા છે.

