VIDEO: રાજકોટના ભક્તિનગરમાં પિતાએ પુત્રને પતાવી દીધો, આરોપી હત્યા બાદ પોલીસ સમક્ષ થયો હાજર
સોર્સ : gstv
રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં પિતાએ જ પુત્રની હત્યા કરતા ચકચાર મચી છે. આહીર ચોક વિસ્તારમાં રામ સવસેટા નામના યુવકની તેના પિતા બાબુભાઈ સવસેટાએ હથોડાના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ મૃતક રામ સવસેટા દારૂ પીધા બાદ અવારનવાર ઘરે ઝઘડો કરતો હતો. આથી કંટાળેલા પિતાએ મોકો જોઈ પુત્રના માથામાં હથોડાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાની વિગતો સામે આવી છે. હત્યા બાદ આરોપી પિતા બાબુભાઈ પોતે જ ભક્તિનગર પોલીસ સ્ટેશને હાજર થયા હતા. પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપી પિતાની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

