VIDEO: રાજકોટના સાધુ વાસવાણી રોડ પર ખોદકામ દરમિયાન ગેસલાઈન લીક, વિસ્તારમાં મચી અફરાતફરી
સોર્સ : gstv
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રોડની ખોદકામની કામગીરી ચાલું છે, ત્યારે અચાનક ગેસલાઈન લીક થવાની ઘટના સામે આવી છે. ગેસ લીકેજ થવાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો...ઘટનાની જાણ થતા જ GSPCની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગેસ લાઈનનું રિપેરીંગ કામ શરૂ કર્યું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. તંત્ર દ્વારા હાલ ગેસ લીકેજને સંપૂર્ણપણે કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

