VIDEO: રાજકોટના શાપરમાં બાળક બાબતે થતા ઝઘડામાં સાઢુભાઈએ લીધો સાઢુભાઈનો ભોગ!
સોર્સ : gstv
રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં બે દિવસ પૂર્વે બનેલી હુમલાની ઘટના હવે ઘાતકી હત્યામાં પરિણમી છે, જ્યાં સાઢુભાઈના હાથે જ સાઢુભાઈનું મોત નીપજ્યું છે. બાળકને ઘરે રાખવાના મામુલી મુદ્દે થયેલા ઉગ્ર વિવાદમાં આરોપી અમરેન્દ્રસિંહે પોતાના ૪૦ વર્ષીય સાઢુભાઈ બ્રિજવિહારી સિંગને અગાસી પરથી નીચે ફેંકી દીધા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બ્રિજવિહારી સિંગનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્ની સંજુને પણ ઈજા પહોંચી હતી. શાપર વેરાવળ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી અમરેન્દ્રસિંહની ધરપકડ કરી કાયદેસરની ક કાર્યવાહી હાથ ધરી છે.

