VIDEO: રાજકોટના કોઠારિયા વિસ્તારમાં બનશે નવો ઓવરબ્રિજ
સોર્સ : gstv
રાજકોટના કોઠારિયા વિસ્તારમાં વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કોઠારિયા મેઇન રોડ પર રણુજા મંદિર નજીક નવો ઓવરબ્રિજ બનાવવાનું મહાપાલિકા દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આશરે 17 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા આ બ્રિજમાં ફૂટપાથ સહિતની સુવિધાઓ રાખવામાં આવશે. હાલ અહીં માત્ર 8 મીટર પહોળો બ્રિજ છે, જેને હવે વધારીને 22 મીટરનો કરવામાં આવશે. અગાઉ પણ ટેન્ડર જાહેર કરાયું હતું, પરંતુ હવે ફરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. બીજી તરફ રાજકોટ દક્ષિણમાં પી.ડી. માલવિયા કોલેજ નજીક ‘ઝેડ’ આકારના અંડરબ્રિજની યોજના બની રહી છે. જ્યારે ઢેબર રોડના છેડે રાજકમલ પેટ્રોલ પંપ નજીક ‘એચ’ આકારના અંડરબ્રિજ અંગે પણ વિચારણા ચાલી રહી છે. નવા બ્રિજથી હજારો વાહનચાલકોને સીધો લાભ મળશે.

