Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Pressure relief campaign on highway in Jetpur of Rajkot

VIDEO: રાજકોટના જેતપુરમાં હાઇવે પર દબાણ હટાવ અભિયાન

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના જેતપુરમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેતપુરના ધારેશ્વર ચોકડીથી તત્કાલ ચોકડી સુધીના માર્ગ પર હાઇવે ઓથોરિટી દ્વારા સઘન દબાણ હટાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.નેશનલ હાઇવે પર નડેતરરૂપ બનેલા અને ગેરકાયદેસર રીતે ખડકાયેલા દબાણોને હટાવવા માટે અગાઉ તંત્ર દ્વારા સંબંધિત દબાણકર્તાઓને નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં સ્વેચ્છાએ દબાણ ન ખસતાં આખરે બુલડોઝરની મદદથી દબાણો દૂર કરાયા હતા. આ કાર્યવાહી દરમિયાન કોઈપણ અપ્રિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News