Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Public fights on Rajkot's University Road

VIDEO: રાજકોટના યુનિવર્સિટી રોડ પર જાહેરમાં મારામારી

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર જાહેરમાં કેટલાક યુવકો વચ્ચે થયેલી ઉગ્ર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક યુવકો પાઇપ જેવા હથિયારો વડે એકબીજા પર ખૂંખાર હુમલો કરતા સ્પષ્ટ જોવા મળે છે, જેના કારણે આ સમગ્ર વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ઘટનાની જાણ તાત્કાલિક 112 ઇમરજન્સી હેલ્પલાઇન સેવાને કરવામાં આવી હતી, પરંતુ સમયસર પોલીસ ન પહોંચ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે 112 ની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. મારામારીનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News