Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Monitoring by AI drones in Rajkot Lok Mela, traders upset by increasing stall rents

VIDEO: રાજકોટના લોકમેળામાં AI ડ્રોનથી મોનિટરિંગ, સ્ટોલના ભાડા વધતા વેપારીઓ નારાજ

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાની તૈયારીઓ વેગવંતી બની છે. આ વર્ષે મેળાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે પ્રથમ વખત AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેક્નોલોજી યુક્ત ડ્રોન દ્વારા સમગ્ર મેળા પર નજર રાખવામાં આવશે. મેળા માટે આગામી ૨૦ જુલાઈથી તોરલ બિલ્ડિંગ સ્થિત ઇન્ડિયન બેંક ખાતેથી ફોર્મનું વિતરણ શરૂ થશે, જે ૨૮ જુલાઈ સુધી પરત સ્વીકારાશે.બીજી તરફ, લોકમેળાના ૨૨૮ સ્ટોલ અને પ્લોટના ભાડામાં રૂપિયા ૨ હજારથી લઈને ૧૨ હજાર સુધીનો જંગી વધારો ઝીંકવામાં આવ્યો છે. ખાણી-પીણી અને રાઇડ્સના સ્ટોલના બેઝ પ્રાઇઝમાં નોંધપાત્ર ભાવ વધારો થતાં વેપારીઓમાં ભારે કચવાટ અને નારાજગી જોવા મળી રહી છે.

App Store