Rajkot news: રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ મામલો, હથિયાર સાચવનાર વકીલની પોલીસે કરી ધરપકડ

રાજકોટના રીબડા પેટ્રોલ પંપ ખાતે થયેલી ફાયરિંગની ઘટનામાં મુખ્ય આરોપી હાર્દિક સિંહ જાડેજા હાલ પોલીસ કસ્ટડીમાં છે.પોલીસની પૂછપરછ દરમિયાન એક મહત્વપૂર્ણ તથ્ય સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે ફાયરિંગ માટે વપરાયેલા હથિયારો વકીલ રવિ ગમારા દ્વારા સાચવવામાં આવ્યા હતા.આ તથ્યને આધારે, ગોંડલ તાલુકા પોલીસ દ્વારા વકીલ રવિ ગમારાની ધરપકડ કરવામાં આવી છે.
હથિયારો રવિ ગમારા દ્વારા જ પૂરા પાડવામાં આવ્યા
પોલીસ તરફથી મળેલી માહિતી મુજબ, શાર્પશૂટર્સને રીબડા ખાતે ફાયરિંગ કરવા માટેના હથિયારો રવિ ગમારા દ્વારા જ પૂરા પાડવામાં આવ્યા હતા. તેમજ, અગાઉ ફાયરિંગની યોજના નિષ્ફળ ગયા બાદ પણ હથિયારો તેમને જ સાચવવા માટે આપવામાં આવ્યા હતા.
રીબડામાં પેટ્રોલપંપ પર થયેલા ફાયરિંગના ચર્ચાસ્પદ કેસમાં હાર્દિક સિંહની સંડોવણી ખુલી હતી. ફાયરિંગના થોડા સમય બાદ જ તેણે સોશિયલ મીડિયા ઉપર ફાયરિંગ કર્યાની કબૂલાત કરી હતી. જેથી ગોંડલ તાલુકા પોલીસ, LCB, SOG સહિતની ટીમો તેની શોધખોળમાં લાગી ગઈ હતી. અને તે કેરળના કોચીના કોચુપલ્લી માંથી દબોચાયો હતો.

