VIDEO: રાજકોટમાં ફૂડ વિભાગની લાલ આંખ: ખાનગી હોસ્ટેલ અને રેસ્ટોરન્ટમાંથી ૫૦ કિલો અખાદ્ય ખોરાક જપ્ત કરાયો
સોર્સ : gstv
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરમાં આવેલી ખાનગી હોસ્ટેલ અને ખાણીપીણીના ધંધાર્થીઓ સામે સઘન ચેકિંગ હાથ ધર્યું…. ૧૫થી વધુ ખાનગી હોસ્ટેલોમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન વાસી અને અખાદ્ય ખોરાક મળી આવતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી…આ કાર્યવાહી દરમિયાન અંદાજે ૫૦ કિલોથી વધુ અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. વગર લાયસન્સ ધંધો કરતા સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે. RMC દ્વારા તમામ સંચાલકોને કડક ચેતવણી આપવામાં આવી છે કે તેઓ આરોગ્યના ધારાધોરણોનું ચુસ્તપણે પાલન કરે, જેથી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય.

