VIDEO: રાજકોટ / ગોંડલમાં આવેલા સૂર્યદીપ વેરહાઉસમાં પોલીસના દરોડા, 50 હજાર લિટર બાયોડિઝલ કબ્જે
સોર્સ : gstv
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં રેન્જ પોલીસ દ્વારા સ્થાનિક પોલીસને અંધારામાં રાખી મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા સૂર્યદીપ વેરહાઉસમાં દરોડો પાડી અંદાજિત 50 હજાર લિટર બાયોડિઝલ કબ્જે કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાપર-વેરાવળ વિસ્તારમાં પણ દરોડો પાડી 35 હજાર લિટર બાયોડિઝલ ભરેલા ટેન્કર સાથે ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી. કુલ 85 હજાર લિટર બાયોડિઝલ સાથે ત્રણ ડ્રાઈવરોની ધરપકડ કરી ચાર ટેન્કર સહિત રૂ.1 કરોડ 69 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. બાયોડિઝલના નમૂનાઓ FSLમાં મોકલી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

