VIDEO: 'પહેલા અધૂરા કામ પૂરા કરો, સભા-સરઘસો પર કાપ મૂકો', ઇંધણ બચાવો ઝુંબેશ મામલે રાજકોટવાસીઓનો મિશ્ર પ્રતિસાદ
સોર્સ : GSTV
મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ અને પેટ્રોલિયમ પેદાશોની સંભવિત તંગીને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને જરૂરિયાત મુજબ જ ઈંધણ વાપરવા અપીલ કરી છે, જેના પર રાજકોટવાસીઓએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. કેટલાક નાગરિકોએ પીએમની અપીલને પોઝિટીવ પ્રતિક્રિયા આપી છે, તો અનેક લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે રાજકોટમાં સાંઢીયા પુલ જેવા અધૂરા કામોને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાય છે, જેમાં પેટ્રોલ-ડીઝલનો મોટો વેડફાટ થાય છે, તેથી સરકારે પહેલા આ કામો પૂરા કરવા જોઈએ. તો વળી કેટલાક લોકોએ સરકારી સભા-સરઘસો પર પણ કાપ મૂકવા જેવી આકરા સૂચનો કર્યા છે. આમ, રાજકોટમાં પીએમની અપીલ સામે નાગરિકોએ વળતા પ્રશ્નો ઉઠ્યા છે.

