VIDEO: Rajkot / નાગેશ્વર ફાયરિંગ કેસમાં SOGને મોટી સફળતા; હિસ્ટ્રીશીટર રામદેવ ડાંગર સહિત 3 ઝડપાયા
સોર્સ : GSTV
રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં થયેલા ફાયરિંગ પ્રકરણમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા મળી છે. પોલીસે હિસ્ટ્રીશીટર રામદેવ ડાંગર પાસેથી બે પિસ્ટલ અને સાત જીવતા કાર્ટિસ કબજે કર્યા છે. સાથે જ તેના બે સાગરીતો કુલદીપસિંહ ઉર્ફે લાલો અને અજય ચુડાસમાને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે રામદેવે ગેરકાયદેસર હથિયારો પોતાના મિત્ર કુલદીપસિંહ ઉર્ફે લાલાને આપ્યા હતા. ફાયરિંગ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ હથિયાર, બે કાર સહિત 38 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ શરૂ કરી છે.

