Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Matter over money collection gets complicated

VIDEO: Rajkot / રૂપિયાની ઉઘરાણી મુદ્દે મામલો બિચક્યો; બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ 2 રાઉન્ડ ફાયરિંગ

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટમાં વધુ એક ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. માધાપર ચોકડી નજીક આવેલ જેમ્કો સર્વિસ સ્ટેશન ખાતે રૂપિયા ઉઘરાણી મુદ્દે બે પક્ષો આમને-સામને આવી ગયા હતા. બલી ડાંગર ગેંગના સાગરિત રામદેવ ડાંગર અને દિવ્યરાજસિંહ સરવૈયા વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આરોપ છે કે રામદેવ ડાંગરે હથિયાર કાઢતા દિવ્યરાજસિંહે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળે પહોંચી બંનેની અટકાયત કરી હતી. પોલીસે ફરિયાદી બની ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

App Store