VIDEO: Rajkot / ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ તેજ, બહુમાળી ચોક ખાતે ગૌભક્તો અનેે ગૌપ્રેમીઓની સહી ઝુંબેશ
સોર્સ : GSTV
રાજકોટમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ફરી એકવાર પ્રબળ બની છે. બહુમાળી ચોક ખાતે ગૌભક્તો અને ગૌપ્રેમીઓએ વિશાળ એકત્રિત થઈ આહવાન કર્યું હતું. સ્થળ પર સહી ઝુંબેશ શરૂ કરી લોકોને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. આ લાંબા સમયથી ચાલી રહેલી ચળવળને વધુ વેગ મળ્યો છે. ગૌ આયોગના પૂર્વ ચેરમેન ડૉ. વલ્લભ કથીરિયા પણ આ અભિયાનમાં જોડાયા હતા. ગઈકાલે જસદણમાં માલધારીઓ દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં ભરવાડ અને માલધારી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.

