Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : 4 members of the same family, including father and son, drowned in Aji Dam, there was a commotion when the bodies of 3 were found

VIDEO: Rajkotમાં આજી ડેમમાં પિતા-પુત્ર સહિત એક જ પરિવારના 4 સભ્યો ડૂબ્યા, 3નાં મૃતદેહ મળતા અરેરાટી

Timeછેલ્લું અપડેટ : 02 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજકોટ આજી ડેમમાં ચાર લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. ડેમના કાંઠા પર આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ એક વ્યક્તિ કોઈ કારણોસર ડેમમાં ડૂબ્યો હતો. આ દરમિયાન તેને બચાવવા જતાં અન્ય ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા હોવાનું જણાય છે. આ દુર્ઘટનામાં પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે.
 
પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, રાજકોટના આજી ડેમના કાંઠા પાસે આવેલા મોગલ માતાજીના મંદિરે રિક્ષાચાલક ભરત જાદવ, તેના બે દીકરા અને સાળીના દીકરા સાથે દર્શનાર્થે આવ્યા હતા. આ દરમિયાન તેમાંથી એક વ્યક્તિ ડેમમાં ડૂબ્યો હતો. જેને બચાવવા જતાં રિક્ષાચાલક સહિત ચાર વ્યક્તિઓ પાણીમાં ડૂબ્યા હતા. તમામ વ્યક્તિ ઘાંચીવાડ વિસ્તારના રહેવાસી હોવાનું જણાય છે.

App Store

મૃતકોના નામ

- ભરત જાદવ

- ધવલ જાદવ

- ધ્રુવ મકવાણા