Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot police in action mode after Bhavnagar riots, crackdown on bootleggers

VIDEO: ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજકોટ પોલીસ એક્શન મોડમાં, બુટલેગરો સામે તવાઈ

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગરના કથિત લઠ્ઠાકાંડ બાદ રાજકોટ પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. શહેર પોલીસે દેશી અને વિદેશી દારૂનું ગેરકાયદે વેચાણ કરતા બુટલેગરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દરોડા પાડીને દારૂના ગેરકાયદે વેચાણ સાથે સંકળાયેલા લોકો સામે કુલ 40 ગુના નોંધવામાં આવ્યા છે. અચાનક શરૂ થયેલી આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા દેશી તેમજ વિદેશી દારૂના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, શહેરમાં ચર્ચા છે કે આવી કાર્યવાહી માત્ર થોડા દિવસ પૂરતી મર્યાદિત ન રહે અને સતત કડક અમલ થાય. હવે જોવું રહ્યું કે રાજકોટ પોલીસની આ કાર્યવાહી કેટલો સમય ચાલુ રહે છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News