VIDEO: ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 4ના મોત, 2 દર્દીની હાલત ગંભીર, 4 દર્દી આઈસીયુમાં
સોર્સ : gstv
ભાવનગરના નકલી દારૂ કાંડમાં અત્યાર સુધીનાં ચાર લોકોના મોત થયા છે. ઘોઘા તાલુકાના ખરકડી ગામે મિત્રોની પાર્ટી બાદ દારૂની અસર દેખાતા તંત્ર દોડતુ થયું હતુ..નકલી દારૂ પીવાથી કુલ 22 લોકોને અસર થઈ હતી જેમાંથી 18 લોકો સારવાર હેઠળ છે. સારવાર હેઠળના દર્દીઓમાંથી 2 દર્દીની હાલત ગંભીર છે, 4 આઈસીયુમાં છે, 2 વેન્ટિલેટર પર અને 10 દર્દીઓ સ્ટેબલ છે. પોલીસે કેસ સંદર્ભે દારૂના સપ્લાય સાથે જોડાયેલા 4 બૂટલેગરોની ધરપકડ કરી લીધી છે. હોસ્પિટલોમાં દર્દીઓની ઉત્તમ સાર્વવાર માટે મેડિકલ કોલેજની નિષ્ણાત ટીમો અને અમદાવાદ IKDRH હોસ્પિટલમાંથી નેફ્રોલોજિસ્ટને ભાવનગર બોલાવવામાં આવ્યા છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, છેલ્લા 2-3 દિવસમાં જેણે પણ આ પ્રકારના દારૂનું સેવન કર્યું હોય, તેઓ તુરંત નજીકની હોસ્પિટલે પહોંચીને પોતાની તપાસ કરાવે.

