Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Fake liquor suspected to have come from Ahmedabad village in Bhavnagar

VIDEO: ભાવનગરમાં નકલી દારૂ અમદાવાદ ગ્રામ્યમાંથી આવ્યો હોવાની આશંકા, પોલીસે કોમ્બિંગ દરમિયાન 177થી વધુ કેસ નોંધ્યા

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગર નકલી દારૂકાંડમાં મોતનો આંકડો વધતા અમદાવાદ રૂરલ પોલીસ એક્શનમાં આવી છે. તપાસ દરમિયાન નકલી વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ ગ્રામ્યના રૂટથી ભાવનગર પહોંચ્યો હોવાની શંકા છે. આ જથ્થો અમદાવાદ ગ્રામ્યના કોઈ ગામમાં પહોંચ્યો હોવાની આશંકાના પગલે પોલીસે કડક પગલાં લીધા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે તમામ સરપંચો સાથે ખાસ બેઠક યોજી હતી. બેઠકમાં કોઈ પણ નાગરિક  દારૂ ન પીવે તેવી અપીલ કરવામાં આવી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોડી રાત્રે પોલીસે મોટા પાયે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સઘન ચેકિંગ દરમિયાન પોલીસે દારૂના 177થી વધુ કેસ નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

App Store